Authorવત્સલ રાણા

આત્મિય વડીલ મુ.જીતુભાઇ

સૌના પોતાના એવા જીતુભાઈ ની વિદાય હ્રદયમાં ગ્લાનિ પ્રસરાવી ગઇ..એ સમયે મન ભૂતકાળમાં સરી પડ્યું… હું જ્યારે આઠેક વર્ષ નો હોઇશ ત્યારે એક પૂર્ણ કદના, ભીને વાન,એકવડીયા બાંધાના,પંચીયુ ને ઝબ્બા ધારી, માથાં પર કાળી ટોપી વાળા અને આંખે પ્લસ નંબર નાં ચશ્માંધારી એવી વ્યક્તિને ઘેર આવતા ભાળું છું.. હાથમાં થેલી અને એક બે અઢી વર્ષ નાં છોકરા ને તેડેલો છે.. એ વ્યક્તિ એટલે મુ.જીતુભાઇના પિતાશ્રી નવરંગ લાલભાઇ...

મારાં ૭૫ વર્ષ ની ઉજવણી અધ્યાય ૫

VM Rana and Bansari Fai photo

સંતાનો એ જે આયોજન કરેલું તેમાં જ્યારે એમ થતું હતું કે કાર્યક્રમ પૂરો થવામાં છે ત્યારે એક surprise થયું..મંચ પરથી પલ્લવ અંજારિયા એ  ઉદ્ઘોષણા કરી કે હવે વત્સલ રાણા પોતાનાં જ પુસ્તક “વત્સલ નામે માણસ”નું વિમોચન કરશે.. હું ખરેખર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.. મારું પુસ્તક!! શું હશે એમાં વળી! મુ.વ.બંસરીબેન કનુભાઈ વિજાપુર..જેઓ મારાં પાટલા સાસુ.. તેમનાં લાગણી સભર સાન્નિધ્યમાં મેં પુસ્તક ઉપરની...

તટસ્થ

તટસ્થ શબ્દ મને બહુ ગમે છે.. જાગૃતિ વિના તટસ્થ ન થઈ શકાય..

એક વહેતી નદીને કિનારે રહી ને જોવી..એટલે તટસ્થતા..

આપણે જે પ્રવાહનો ભાગ છીએ તેને એ પ્રવાહની બહાર જઇ ને જોવી… કદાચ આ જ સાક્ષીભાવ છે..

પોતાને જ ત્રીજી વ્યક્તિ તરીકે જોવાનું બને!!! ઘણાં દ્વાર ખૂલી જાય..

અસ્તુ.

વત્સલ રાણા

Photo by Anastasia Shuraeva

હાથીદાંત ની તસ્કરી

આઇ.બી.ને સ્ફોટક માહિતી મળી કે ભુજથી અમદાવાદ હાથીના દાંત કોઇ કુરીયર દ્વારા મોકલાઇ રહ્યા છે.. પાર્સલ અમદાવાદ પહોંચી ગયું સવારે.. બપોર સુધી ડીલીવર થઇ જશે.. અમદાવાદ પોલીસ ધંધે લાગી ગઈ..બધે તપાસ કરી છેવટે એક જગ્યાએ પાર્સલ પકડાયું..પણ પાર્સલ આઠ ઇંચ બાય આઠ ઈંચ નું હતું.. હાથીદાંત તો મોટા હોય એ તાર્કિક દલીલો કુરિયર વાળા એ આપી..પણ પોલીસ માને? મદનિયાના દાંત હશે અથવા હાથીદાંત ના ટુકડા કરીને પાર્સલ બનાવ્યું...

આપણું હાસ્યાસ્પદ વર્તન

કેટલીક વખત આપણું જ વર્તન કે વર્તણૂક હાસ્યાસ્પદ હોય છે એ પાછળથી ખ્યાલ આવે તો આપણે આપણા પર હસીએ! હતું એવું કે હું કોરોના ની સારવાર અર્થે ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલમાં દાખલ હતો.. ઓક્સીજન લેવલ ઘટતું જતું હતું એટલે ઓક્સિજન નળી વાટે આપતા તે ભરાવેલી જ હતી.. રુમમાં ટીવી હતું તે ચાલુ કરી ગુજરાતી સમાચાર જોતાં હતાં.. તેમાં કહેવામાં આવ્યું કે અમદાવાદમાં કોરોના ના ૬૩૮ કેસ!! મેં તરત કહ્યું કે ઓહો!બહુ વધારે...

વિદ્વાન વડીલ.. વ્રજલાલભાઇ વોરા…

હમણાં કચ્છી નવાં વર્ષ માં જ્ઞાતિ ભોજન નિમિત્તે જવાનું થયું.. ત્યાં મુ.શીવપ્રસાદ(બચુભાઈ)વોરા સાહેબને મળવાનું થયું… પહેલાં તો આનંદ થયો કે એમનાં સ્મરણે હું હેમખેમ હતો..પછી યાદ આવ્યું કે તેઓ શેઠ ડી વી હાઇસ્કૂલ અંજારમાં અમારા શિક્ષક હતા..કદાચ ધોરણ ૧૦ ..અને સમાજવિદ્યા ભણાવતા..મને ૧૦૦ માં થી ૭૮ માર્ક મળેલા!!! પછી તેઓ GPSC માં ઉતીર્ણ થયા અને કચ્છ છોડ્યું.. પણ મૂળ વાત એમના પિતાશ્રી..પરમ આદરણીય વિદ્વાન...

બાબા છાપ ૧૨૦ નો દબદબો

એમાં થયું એવું કે ભારત ટી૨૦ વર્લ્ડ કપ જીત્યું એના બીજા જ દિવસે મારે મીઠી પત્તી ,૧૨૦, નવરત્ન કીમામ સેવર્ધન સોપારી નું પાન જમાવીને ઉજવણી કરવાની હોંશ હતી..પણ બીજે દિવસે સખત વરસાદ રહ્યો એટલે ગૈ કાલે એ ઉજવણી કરવા નીકળ્યો.. શર્મા પાન પાર્લર માં ગયો ઓર્ડર આપ્યો તો પાનવાળો કહે કે ૧૨૦ નહીં હૈ.. મેં કહ્યું કે ક્યૂં? તો કહે કે સાત દિન મેં એક હી બાર ડીલીવરી હોતી હૈ ૧૨૦ કી! મેં કહ્યું કે તો ૧૬૦(એ પણ બાબા...

ફિલ્મો જોવાની મજા – ૨

કોલેજમાં ભણતા ત્યારે ગેલેક્સી માં ભુવન શોમ ફિલ્મનો એકમાત્ર શો હતો..પહેલી જ લાઈનમાં જોયેલી.. બાજુમાં જ અમારા પ્રિન્સિપાલ હકાણી સાહેબ! રાજકોટ માં નવાઇ લાગતી રાત્રે ૧૨ થી ૩ અને રાત્રે ૩ થી ૬ ની ફિલ્મો મહિલાઓ નાં જાગરણ નિમિત્તે શો થતા!અમે મિત્રો પણ જતા!! પછી રાજકોટમાં આંખે ફિલ્મ ગેલેક્સી માં પ્રિમિયર માં જોઇ.. મિત્ર જગદીશ બુચ ટીકીટ લૈ આવેલો.. રામાનંદ સાગર સાથે હો! પછી પાકિઝા અને મેરા નામ જોકર પણ...

ટાલ વિશે

મહાત્મા ગાંધી એ એક વખત એવું કહ્યું હતું કે મચ્છર થી બચવાનો એક જ ઉપાય છે કે મચ્છરદાની ની અંદર સૂવું.. એવી જ રીતે ટાલથી બચવાનો એક જ ઉપાય છે કે વીગ માથાં પર પહેરવી! જો કે અમારા એક સાહેબ અમદાવાદ પંદર દિવસ ટ્રેનિંગ માં ગયેલા ..પાછા ફર્યા ત્યારે માથાં પર ની ટાલ અદશ્ય હતી..તેઓ મારી ટેબલ સામેની ખુરશી પર બેઠા.. હું ઓળખી ના શક્યો..એટલે મેં એમને બેંકનું ખાતું ખોલવાનું ફોર્મ આપી ને કહ્યું કે બે ફોટા ચૂંટણી...

સૌ હાટકેશ જનના ચહિતા શ્રી અતુલ મહેતા

વરસો પહેલાં સમાચાર મળ્યા કે અતુલ મહેતા નાગર મંડળ ભુજના પ્રમુખ બન્યા છે..તરત જ કમેન્ટ આવી કે શેરીમાં ક્રિકેટ રમતા છોકરાને પ્રમુખ બનાવ્યો!(ત્યારે અતુલ કચ્છ ક્રિકેટ એસોસિયેશનના કોઇ હોદ્દા પર હતા) અગાઉ ઉમાકાન્તકાકા અને પરિમલ ધોળકિયા એ ઘણાં વરસો સુધી પ્રમુખ પદ શોભાવેલ અને અઘરાં કાર્યો પૂરાં કરેલ..પણ પછી ટૂંકા ટૂંકા સમય માટે બીજા પ્રમુખો આવ્યા અને ગયા.. પછી અતુલ ચૂંટાયા.. ત્યારે તેઓ ઓછા જાણીતા હતા...

વત્સલ રાણા