આઇ.બી.ને સ્ફોટક માહિતી મળી કે ભુજથી અમદાવાદ હાથીના દાંત કોઇ કુરીયર દ્વારા મોકલાઇ રહ્યા છે.. પાર્સલ અમદાવાદ પહોંચી ગયું સવારે.. બપોર સુધી ડીલીવર થઇ જશે..
અમદાવાદ પોલીસ ધંધે લાગી ગઈ..બધે તપાસ કરી છેવટે એક જગ્યાએ પાર્સલ પકડાયું..પણ પાર્સલ આઠ ઇંચ બાય આઠ ઈંચ નું હતું.. હાથીદાંત તો મોટા હોય એ તાર્કિક દલીલો કુરિયર વાળા એ આપી..પણ પોલીસ માને? મદનિયાના દાંત હશે અથવા હાથીદાંત ના ટુકડા કરીને પાર્સલ બનાવ્યું હશે!ખોલ પાર્સલ!
પાર્સલ પર જ લખેલું હતું હાથીદાંત.્
કુરિયર વાળા એ પાર્સલ ખોલ્યું તો અંદરથી માણસના દાંત નીકળ્યા!
પાર્સલ મોકલનાર ને ફોન કરતાં જાણવા મળ્યું કે મૂળ ભુજના કોઇ નાગર હાથીભાઈ એ ભુજમાં દાંત પડાવેલા પણ એમને અમદાવાદમાં એ જોઇતા હતા એટલે ડોક્ટરે મોકલેલા!
અસ્તુ.
વત્સલ રાણા
Photo by travel seb