કેટલીક વખત આપણું જ વર્તન કે વર્તણૂક હાસ્યાસ્પદ હોય છે એ પાછળથી ખ્યાલ આવે તો આપણે આપણા પર હસીએ!
હતું એવું કે હું કોરોના ની સારવાર અર્થે ક્રિશ્ના શેલ્બી હોસ્પિટલમાં દાખલ હતો.. ઓક્સીજન લેવલ ઘટતું જતું હતું એટલે ઓક્સિજન નળી વાટે આપતા તે ભરાવેલી જ હતી..
રુમમાં ટીવી હતું તે ચાલુ કરી ગુજરાતી સમાચાર જોતાં હતાં.. તેમાં કહેવામાં આવ્યું કે અમદાવાદમાં કોરોના ના ૬૩૮ કેસ!!
મેં તરત કહ્યું કે ઓહો!બહુ વધારે કહેવાય!
અરે! તું પોતે દાખલ છો અઠવાડિયાથી.. ઓક્સિજન ની નળી ચડેલી છે…તો તારો વિચાર કરને!
બોલ્યો,બહુ વધારે કહેવાય!!!
અસ્તુ.
વત્સલ રાણા
Photo by Jonathon Burton