એમાં થયું એવું કે ભારત ટી૨૦ વર્લ્ડ કપ જીત્યું એના બીજા જ દિવસે મારે મીઠી પત્તી ,૧૨૦, નવરત્ન કીમામ સેવર્ધન સોપારી નું પાન જમાવીને ઉજવણી કરવાની હોંશ હતી..પણ બીજે દિવસે સખત વરસાદ રહ્યો એટલે ગૈ કાલે એ ઉજવણી કરવા નીકળ્યો.. શર્મા પાન પાર્લર માં ગયો ઓર્ડર આપ્યો તો પાનવાળો કહે કે ૧૨૦ નહીં હૈ..
મેં કહ્યું કે ક્યૂં?
તો કહે કે સાત દિન મેં એક હી બાર ડીલીવરી હોતી હૈ ૧૨૦ કી!
મેં કહ્યું કે તો ૧૬૦(એ પણ બાબા બ્રાન્ડ)લગા દો!
તો કહે કે વો ભી ખતમ હૈ!
બીજી દુકાને ગયો,તો એ જ જવાબ!
ત્રીજી દુકાન રાજુ પાન હાઉસ માં એ પાન મળી ગયું..
તારણ: ૧૨૦ તમાકુ બાબા બ્રાન્ડ નો એવો જ દબદબો છે હજુ..
(હવે હું ત્રણ ચાર મહિને એકાદું પાન જમું છું.)
અસ્તુ.
વત્સલ રાણા
Photo by Times of India