ફિલ્મો જોવાની મજા – ૨

કોલેજમાં ભણતા ત્યારે ગેલેક્સી માં ભુવન શોમ ફિલ્મનો એકમાત્ર શો હતો..પહેલી જ લાઈનમાં જોયેલી.. બાજુમાં જ અમારા પ્રિન્સિપાલ હકાણી સાહેબ!

રાજકોટ માં નવાઇ લાગતી રાત્રે ૧૨ થી ૩ અને રાત્રે ૩ થી ૬ ની ફિલ્મો મહિલાઓ નાં જાગરણ નિમિત્તે શો થતા!અમે મિત્રો પણ જતા!!

પછી રાજકોટમાં આંખે ફિલ્મ ગેલેક્સી માં પ્રિમિયર માં જોઇ.. મિત્ર જગદીશ બુચ ટીકીટ લૈ આવેલો.. રામાનંદ સાગર સાથે હો! પછી પાકિઝા અને મેરા નામ જોકર પણ પ્રિમિયર માં જોઇ!

મારી સગાઈ લગ્ન પછી જામનગરમાં ફિલ્મો જોવાનું થતું.. એમાં મારા સાળા હરેશભાઈ ધોળકિયા ની ઓળખાણ ગજબની! ડીએસપીએ થી માંડીને બધા ડોક્ટરો સાથે નજીકનો નાતો..અને જામનગરના લગભગ થીયેટરો માં ગજબની ઓળખાણ!

અમારે બે યને ફિલ્મ જોવાની હોય તો તો કહેવાઇ જ ગયું હોય અને ટીકીટ લેવાની ન હોય! પાછું બાલ્કની માં હો!પણ આખું કુટુંબ પણ ફિલ્મ જોવા જાય…વીસેક જણા હોય..પણ મેનેજર કે માલિક હરેશભાઈ ને ટીકીટ તો ન જ લેવા દે!અને ઇનટરવલ માં ઠંડાપીણાની બોટલો ધડાધડ આવે…એ દૌર તો જડબેસલાક યાદ રહી ગયો છે!જય હો હરેશભાઈ ની!

નિવૃત્તિ પછી અમદાવાદ આવવાનું થયું..બંને દિકરી ઓ એવાં ક્ષેત્રમાં કે અવારનવાર ગુજરાતી ફિલ્મો ના પ્રિમિયરના આમંત્રણ મળે.. ત્રણ ચાર વખત અમને પણ લાભ

અસ્તુ.

વત્સલ રાણા

Photo by The Indian Express

About the author

વત્સલ રાણા

Add Comment

વત્સલ રાણા