મહાત્મા ગાંધી એ એક વખત એવું કહ્યું હતું કે મચ્છર થી બચવાનો એક જ ઉપાય છે કે મચ્છરદાની ની અંદર સૂવું..
એવી જ રીતે ટાલથી બચવાનો એક જ ઉપાય છે કે વીગ માથાં પર પહેરવી!
જો કે અમારા એક સાહેબ અમદાવાદ પંદર દિવસ ટ્રેનિંગ માં ગયેલા ..પાછા ફર્યા ત્યારે માથાં પર ની ટાલ અદશ્ય હતી..તેઓ મારી ટેબલ સામેની ખુરશી પર બેઠા.. હું ઓળખી ના શક્યો..એટલે મેં એમને બેંકનું ખાતું ખોલવાનું ફોર્મ આપી ને કહ્યું કે બે ફોટા ચૂંટણી કાર્ડ આપવાના રહેશે..એ પણ હસી પડ્યા!!
પછી જ્યારે મેં પૂછ્યું કે અમદાવાદ વીગ બનાવવા માટે ગયા ત્યારે પહેલાં તમારાં માથાનું માપ લીધું હતું?
તો ગરમ થઇ ગયા બોલો!
આમ તો વાળને શરીરનો કચરો કહેવાય છે..પણ આપણે સૌંદર્ય આપૂરક ગણ્યું..
ઢળતી ઉંમરે ટાલ પડે તે તો સહ્ય હોઇ શકે પણ જુવાનીમાં ટાલ પડે તો યુવાન રઘવાયો થઈ જાય એ સ્વાભાવિક છે.. એમના રઘવાટ થી રોકડ આવકનું ઉપાર્જન કેટલાય બુધ્ધિશાળી ઓ કરી રહ્યા છે એ આપણે જાણીએ જ છીએ..
ટાલિયો નર નિર્ધન ન હોય એ સાંભળી સાંભળીને કેટલાય ટાલિયા ડીપ્રેશનના શિકાર થયા હશે એ સંશોધનનો વિષય છે!
ડોક્ટર પોતે ૧૦૧ ટકા ટાલિયો હોય અને એના દવાખાનામાં વેઇટીગ ની બધી જ ખુરશીઓ ભરેલી નજરે જોઈ છે!
ટાલ પડે અને દેખાય એના કરતાં એને ઢાંકવાના પ્રયત્નો ઘણીવાર વધુ હાસ્યાસ્પદ હોય છે..
મને પોતાને ટાલ પડી ગઈ છે..મારા એક ભાણિયાના મસ્ત જથ્થેદાર વાળ જોઇ ને એની ગળચી પકડી ને કહ્યું હતું “યે બાલ મુજે દે દે, ભાણિયા!!!”
આજ ઇતના હી!
અસ્તુ.
વત્સલ રાણા
Photo by Andrea Piacquadio