સંતાનો એ જે આયોજન કરેલું તેમાં જ્યારે એમ થતું હતું કે કાર્યક્રમ પૂરો થવામાં છે ત્યારે એક surprise થયું..મંચ પરથી પલ્લવ અંજારિયા એ ઉદ્ઘોષણા કરી કે હવે વત્સલ રાણા પોતાનાં જ પુસ્તક “વત્સલ નામે માણસ”નું વિમોચન કરશે.. હું ખરેખર આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો.. મારું પુસ્તક!! શું હશે એમાં વળી! મુ.વ.બંસરીબેન કનુભાઈ વિજાપુર..જેઓ મારાં પાટલા સાસુ.. તેમનાં લાગણી સભર સાન્નિધ્યમાં મેં પુસ્તક ઉપરની રિબિન પર નું સરડાકિયુ ખોલી પુસ્તક વિમોચન કર્યું.. આ પુસ્તક જોતાં ખ્યાલ આવ્યો કે આમાં તો મારી ચૂંટેલી ફેસબુક ટપાલો અને સુંદર ફોટોગ્રાફ સાથે આપી છે.. ખૂબ આનંદ થયો..

આ પુસ્તક નું સંકલન મારા ભાણેજ-વર પલ્લવ અંજારિયા એ કરેલું છે.. પ્રતિષ્ઠિત કોર્પોરેટ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર મુંબઈ ની અતિ વ્યસ્ત જીવનશૈલીમાં એમણે ક્યારે આ બધું કાર્ય,તે પણ ઉત્તમ રીતે,કર્યું હશે એ હું હજુ પણ સમજી શક્યો નથી.. જરુર રાત-ઉજાગરા કર્યા હશે..જેને માટે હું તેમનો હ્રદયપૂર્વક આભારી છું..

આપણને ખબર છે કે અત્યારે કોઈ પણ પુસ્તક છપાવવું કેટલું અઘરું છે.. આર્થિક અને વ્યવસ્થાપનની દ્રષ્ટીએ..તેમ છતાં મુ.વ.બંસરી બેને એ લાગણી થી કર્યું છે..પ્રેમ આ રીતે પણ વ્યક્ત થઈ શકે એ જોયું કે જાણ્યું ન હતું.. અગાઉ દિકરીઓએ આ માટે કહેલું પણ આ પોસ્ટો નું કોઇ સાહિત્યિક મૂલ્ય નથી એમ કહીને મેં ના કહેલી.. કેટલાક મિત્રો નો આગ્રહ અવારનવાર આવતો કે તમે આ લખાણો નું પુસ્તક કરો..પણ આ રીતે પણ તેમની ઇચ્છા પૂરી થશે એ ક્યાં ખબર હતી!
