હમણાં કચ્છી નવાં વર્ષ માં જ્ઞાતિ ભોજન નિમિત્તે જવાનું થયું.. ત્યાં મુ.શીવપ્રસાદ(બચુભાઈ)વોરા સાહેબને મળવાનું થયું… પહેલાં તો આનંદ થયો કે એમનાં સ્મરણે હું હેમખેમ હતો..પછી યાદ આવ્યું કે તેઓ શેઠ ડી વી હાઇસ્કૂલ અંજારમાં અમારા શિક્ષક હતા..કદાચ ધોરણ ૧૦ ..અને સમાજવિદ્યા ભણાવતા..મને ૧૦૦ માં થી ૭૮ માર્ક મળેલા!!! પછી તેઓ GPSC માં ઉતીર્ણ થયા અને કચ્છ છોડ્યું..
પણ મૂળ વાત એમના પિતાશ્રી..પરમ આદરણીય વિદ્વાન વડીલ વ્રજલાલભાઇ વોરાની કરવી છે..
મારાં બાળમાનસ પર કેટલાક વડીલોની અમીટ છાપ પડી છે તેમાં આગળ પડતાં વ્રજલાલભાઇ..
અમારી દશથી પણ ઓછી ઉંમરે,ભરેશ્વર અખાડેથી વળતાં એક વડનો ઓટલો ખાનિયાસેરી તલાવડી પાસે આવે ..તેના પર વડીલો બેઠા હોય અને કંઈક ને કંઈક ચર્ચા ચાલતી હોય.. એમાં દુલેરાયભાઇ ધોળકિયા,ચમનભાઇ અંતાણી,ચમન સાહેબ દવે,વસંતરાયભાઇ અંજારિયા (મારા પિતાજી પણ હતા ત્યાં સુધી),અન્ય વડીલો..પણ મુખ્ય આકર્ષણ વ.મુ.વ્રજલાલભાઇનુ રહેતું..ઓટલા પર વડીલો બેઠા હોય અને પગથિયે અમે બેસતા અને ચર્ચા સાંભળતા, નવું નવું જાણતા! વ્રજલાલભાઇ પહાડી અવાજે ચર્ચા કરતા હોય એ સાંભળવાનો ખાસ આનંદ હતો
ચર્ચા પૂરી થાય અને એ લોકો ઊભા થાય એટલે દોડીને ઘર તરફ ભાગતા.. મોડું થઈ ગયું હોય!
આમ તો મુદ્રિકાફૈ અમારાં પરિવાર નાં..એટલે મારાં સગપણ સમયે અમારા બંનેના ગ્રહ મેળવવા નવા અંજાર એમને ઘેર ગયેલો તો મને રસોડાં નો ઉંદર કહેલો એમને!૩૬ માં થી ૨૬ ૧/૨ ગુણાંક મેળવી આપેલા..જે perfect નીકળ્યા (૪૫ વર્ષનો અનુભવ)..
તેઓ ખૂબ સારા જ્યોતિષ શાસ્ત્રી હતા..એની બે વાત..એમના ભત્રીજા મહાભાઇ વોરાના સગપણની તારીખ એમણે મહાભાઇને લખી આપેલી..ઘણા સમય પછી એ એકદમ સચોટ પડી..મહાભાઇએ પોતે જ મને આ વાત કરેલી..
બીજું ૧૯૬૯ માં ઇંદીરા ગાંધી એ એમને જ્યારે મંત્રી મંડળમાં થી પડતા મૂક્યા અને કોન્ગ્રેસ ના બે ભાગ પડ્યા ત્યારે એમણે આગાહી કરી હતી કે મોરારજી દેસાઈ ભારતના વડાપ્રધાન બનશે..અને જ્યારે ખરેખર બન્યા ત્યારે મોરારજી દેસાઈએ તેમને પત્ર લખીને આભાર માન્યો હતો એવું જાણમાં છે..
શરીરની રગરગમાં પ્રમાણિકતા એ એમનો સ્વભાવ.અને રામ પ્રસાદભાઇ (ગાભુભાઇ) થી માંડીને હર્ષવર્ધન સુધી એ જ સદ્ગુણ ખરેખર આનંદ આપે છે..
સત્ય બોલનારા કદી ધીમેકથી સત્ય બોલતા નથી…એનો એક ખાસ રણકો હોય છે જે વ્રજલાલભાઇ ના અવાજમાં ઓળખ્યો છે મેં..
એ જમાનામાં પણ બધા પુત્રો ને ખૂબ શિક્ષણ આપ્યું અને ઉચ્ચ પદે પહોંચાડ્યા એટલું જ નહીં પણ પુત્રીઓને પણ આત્મનિર્ભર બનાવી…
મેં એમને એમના પિતાશ્રી વ.રવિશંકરભાઇ વોરાની સેવા/સુશ્રુષા કરતા લીમડા વાળી શેરી, અંજારમાં જોયેલાં છે.
આવા પરમ આદરણીય સંત સમાણા વડીલને મારી પ્રણામ સાથે ભાવાંજલિ…
અસ્તુ.
વત્સલ રાણા
Photo by RDNE Stock project