ફિલ્મો જોવાની મજા – ૧

સૌથી પહેલી ફિલ્મ જગદ્ગુરુ શંકરાચાર્ય પિતાશ્રી ની આંગળી પકડીને ગયો હતો એ વાત અગાઉ કરેલી છે..પછી મોટાભાઇ બકુલભાઈ સાથે કે કાકાઇ ભાઇ ભૂપેન્દ્ર સાથે ઘણી ફિલ્મો જોઇ.. ભૂપેન્દ્ર શોખીન જીવડો એટલે ઇનટરવલ માં ફુલ્લ નાસ્તો હોય.. છેલ્લે એમની સાથે મેના ગુર્જરી ફિલ્મ જોયેલી જામનગરમાં..

વચ્ચે એક સમય એવો આવ્યો કે મિત્ર રસનિધી અંતાણી ભુજ થી ફિલ્મ ની પેટી લૈ ને અંજાર આવે..ઘેર આવીને રાત્રે એ જ ફિલ્મ જોવા લૈ જાય..એમ ઘણી ફિલ્મો જોઇ..

પછી અંજારના વિદ્યાર્થી મિત્રો સાથે કાસમ સાહેબ સાથે આદીપુર ફિલ્મ જોતા..વળતે ચાલીને અંજાર આવવા નું રાત્રે.. ત્યારે થાક એટલે શું એ ક્યાં ખબર જ હતી!

ઓસ્લો સિનેમા ગાંધીધામ માં ઘણી ફિલ્મો જોઇ… ખાતું અમારી બેંકમાં એટલે લાઇનમાં ઊભવાનો વારો ન આવે…શીવ સિનેમા ગાંધીધામ માં પણ એવું.. એકવાર લાઇનમાં ઊભો તો હંસરાજ કરીને બુકિંગ કલાર્કે બોલાવી લીધો અને અંદર બેસાડી દીધો..

બેંકીંગ સમય પહેલાં અમે ગ્રાહકો ની સેવા કરતા એની કદર રૂપે ઓઇલ ટેન્કર માં બેસી ને મોરબી બોબી ફિલ્મ જોવા ગયેલા પાંચ જણા..

રાજકોટ નાગર બોર્ડીગ માં પાર્ટનરો સાથે ઘણી ફિલ્મો જોઇ… એમાં આરઝૂ સૌથી યાદગાર કારણ નવ વાગ્યા ના લાઇન માં ઊભા હતા પણ સાંજના છ વાગ્યા ના શોની ટિકિટ મળેલી!

ઘણીવાર એકબે મિત્રો મેટીની શોમાં અર્ધું થિયેટર ખાલી હોય ત્યારે ઇનટરવલ માં પચ્ચીસ પૈસાની ખારી શિંગ ખાતાં ખાતાં અંદર ઘુસી જતા!આમ અર્ધી ફિલ્મો પણ જોઈ છે હો!

એક સમય,કપરા સંજોગો ને કારણે, એવો આવ્યો કે સતત નવ થી બાર ની ફિલ્મો ફરજિયાત જોવી પડી!

ક્રમશઃ

અસ્તુ.

વત્સલ રાણા

Photo by Ganidham – City of Hope

About the author

વત્સલ રાણા

Add Comment

વત્સલ રાણા