વરસો પહેલાં સમાચાર મળ્યા કે અતુલ મહેતા નાગર મંડળ ભુજના પ્રમુખ બન્યા છે..તરત જ કમેન્ટ આવી કે શેરીમાં ક્રિકેટ રમતા છોકરાને પ્રમુખ બનાવ્યો!(ત્યારે અતુલ કચ્છ ક્રિકેટ એસોસિયેશનના કોઇ હોદ્દા પર હતા)
અગાઉ ઉમાકાન્તકાકા અને પરિમલ ધોળકિયા એ ઘણાં વરસો સુધી પ્રમુખ પદ શોભાવેલ અને અઘરાં કાર્યો પૂરાં કરેલ..પણ પછી ટૂંકા ટૂંકા સમય માટે બીજા પ્રમુખો આવ્યા અને ગયા..
પછી અતુલ ચૂંટાયા.. ત્યારે તેઓ ઓછા જાણીતા હતા..
એમના હાથ માં કમાન આવતાં સમગ્ર ટીમમાં નવો સંચાર થયો ..એક પછી એક કાર્યો હાથ પર લેતા ગયા અને સુપેરે પૂર્ણ કરતા રહ્યા..
એમના કાર્યોની સૂચી લખવા બેસું તો ફેસબુક નો પન્નો ટૂંકો પડે ..
કોઇ પણ જ્ઞાતિજનનો જન્મદિવસ હોય તો જ્ઞાતિ પ્રમુખ તરીકે અભિનંદન અને શુભેચ્છાઓ નો તેમનો ફોન અવશ્ય આવે..મને તો એવું જ feel થાય કે આખી જ્ઞાતિ એ મને શુભેચ્છાઓ પાઠવી..આ પ્રથા તેમણે જ શરૂ કરી.. અઘરું છે આવડી વિશાળ જ્ઞાતિ ના દરેક ૧ થી ૧૦૦ વર્ષ ના જ્ઞાતિજનોને વ્યક્તિગત ફોન કરવો પણ એમને માટે સહજ!કોઇ વરિષ્ઠ જ્ઞાતિજન એક કે બીજા કારણે ઘર બહાર ન નીકળી શકતા હોય તો અતુલ તેમના ઘેર જઈને શુભેચ્છાઓ આપે અને અને આશીર્વાદ મેળવે..
(આપણે તો નજીકના પરિવાર જનોનો જન્મદિવસ પણ ભૂલી જતાં હોઈએ છીએ)
એમને સેવાભાવ તો અજોડ કહી શકાય તેવો.. ઘણીવાર મેં પોતાની કારમાં દોડધામ કરતા જોયા છે..
જોકે જ્ઞાતિ હીતની વાતમાં તેઓ એકદમ કડક થઇ શકે છે..એમ ન હોત તો આટલા સફળ રહી શક્યા ન હોત..
એમણે ઘણી નવી પ્રથા ચાલુ કરી જે સમગ્ર જ્ઞાતિ એ ઉમળકાભેર વધાવી..
આવા સૌના પ્યારા અતુલને ષષ્ઠી પૂર્તિ ના શુભ પ્રસંગે અમારા સૌના ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ..
માં જગદંબા અને ઇષ્ટદેવ હાટકેશ તેમને ખૂબ શક્તિ અને સામર્થ્ય આપે અને સેવા કરતા રહે તેવી શુભેચ્છા અને આશીર્વાદ..
અસ્તુ.
વત્સલ રાણા
Photo from Shri Atul Mehta’s Facebook Profile