નવનીત સમર્પણ

એમાં થયું એવું કે ગત દિવાળી પછી પોસ્ટમેન દિવાળી ની બોણી લેવા આવ્યો..મારા સ્વભાવ વિરુદ્ધ “ક્યાં મોઢે તું દિવાળી ની બોણી લેવા આવ્યો છે ભાઇ,તને શરમ નથી આવતી?!”ધમકાવ્યો!

આટલું કહેતાં તે ઉંધે પગલે જ રવાનો થઇ ગયો..

વાત એમ હતી કે મેં નવનીત સમર્પણ નું લવાજમ ભરેલું એમાં મને ૧૨ માં થી ૩ જ અંક મળેલા..તેનો ખાર પોસ્ટમેન હડફેટે આવતાં તેના પર કાઢ્યો..

શાળા વિદ્યાર્થી તરીકે જ અંજાર ની ખેગારજી લાયબ્રેરી માં નવનીત, સમર્પણ પછી નવનીત- સમર્પણ વાંચતો તે પણ રસપૂર્વક…

કોલેજમાં રાજકોટ ગયો તો રામકૃષ્ણ આશ્રમ ની લાયબ્રેરીમાં વાંચવા મળતું.. ગાંધીધામ અમ્રૃતલાલ હીરજીની દુકાનેથી લાવતો..પછી ભુજ એસ ટી બજારમાં જોબનપુત્રા ભાઇઓ પાસેથી ખરીદતો.. કાયમી ઘરાક જાણીને એક નકલ રાખી મૂકતા..

અમદાવાદમાં એક શોધ્યો ફેરિયો જે લાવી આપતો..પણ કોરોના ને કારણે સંપર્ક ન રહ્યો તો હું નવનીત સમર્પણ વિના રીતસર ટળવળતો..

એક બે મિત્રો પાસે જૂના અંકોની ટહેલ નાખી..પણ એ ડીજીટલ વાચક નીકળ્યા..

પછી ખાસ મિત્ર અને લેખક રાજેશ અંતાણી ને ફોન પર વાત કરી..એણે રાજીપાથી નવનીત સમર્પણ ના જૂના અંકો તો આપ્યા,સાથે શબ્દસૃષ્ટિ ના પણ અંકો આપ્યા..એ પણ અઘાટ હમીરાવાર!

હમણાં એનું જ વાંચન ચાલે છે..ન.સ. ગુજરાતી ડાયજેસ્ટ અમસ્તું નથી કહેવાતું..એ ખ્યાલ આવે છે..

મિત્ર રાજેશ અંતાણી ની જય બોલાવું છું હમણાં…

અસ્તુ.

વત્સલ રાણા

Photo from Magzter.com

About the author

વત્સલ રાણા

Add Comment

વત્સલ રાણા